November 30, 2013

Keep Going......

http://tahuko.com/?p=13346      ( from www. tahuko .com )

કાવ્ય પઠનકૃષ્ણ દવે
કાર્યક્રમઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત કવિ સમ્મેલન

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
આપણે તો એનીયે સમજણ શું રાખવી મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં….
- કૃષ્ણ દવે
(
ઓડ્યો ફાઈલ માટે આભાર DeshGujarat.com)

No comments:

Post a Comment