કથ્થાઈ રંગનાં ચશ્મા
બેરંગ  દુનિયાને રંગીન બનાવે આ ચશ્મા 
મનપસંદ રંગ માં દુનિયાને  રંગે આ ચશ્મા 
દુનિયાની ગરમી   શીતળ બનાવે આ ચશ્મા 
ધૂળની પેલી કણને અટકાવે આ ચશ્મા
ગાંધીના સત્યવાદી ચશ્મા
ને મોદી ના રાષ્ટ્રવાદી ચશ્મા
રજનીકાંતના અદાકાર ચશ્મા
પણ મને તો ગમે છે મારા કથ્થાઈ રંગના ચશ્મા
ગાંધીના સત્યવાદી ચશ્મા
ને મોદી ના રાષ્ટ્રવાદી ચશ્મા
રજનીકાંતના અદાકાર ચશ્મા
પણ મને તો ગમે છે મારા કથ્થાઈ રંગના ચશ્મા
આંખોની બોલીબખૂબી છુપાવે આ ચશ્મા 
ચેહરાની સુંદરતા વધુ વધારે આ ચશ્મા
મારી પ્રિયતમાનું હેત છે આ ચશ્મા 
મારા  વહાલાં કથ્થાઈ રંગના આ  ચશ્મા 
